જનરલ નોલેજ

   સમયની સાથે આપણારાષ્ટ્રીય ધ્વજમાંપણઅત્યારસુધીમાં ઘણો ફેરફાર થયો છે. આજે જે તિરંગો આપણી સામે છે તેનું આ છઠ્ઠું સ્વરૂપ છે. આ ધ્વજની પરિકલ્પના પિંગળી વૈકેયાનંદે કરી હતી. તેને તેના વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ 1947 ના રોજ આયોજિત ભારતીય સંવિધાન સભાની બેઠક દરમિયાનમાં અપનાવવામાં આવ્યો હતો. જે 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો પાસેથી ભારતની સ્વતંત્રતાના થોડા દિવસ પહેલાં જ આયોજિત કરવામાં આવી હતી.તેને 15 ઓગસ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950ની વચ્ચે ભારતના રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવવામાં આવ્યો અને ત્યાર બાદ ભારતીય ગણતંત્રે તેને અપનાવ્યો. ભારતમાં ‘’તિરંગા’’નો અર્થ ભારતીય રાષ્ટ્રધ્વજ થાય છે.

આપણા રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગની ક્ષિતિજ પટ્ટીઓ છે
સૌથી ઉપર છે કેસરીવચ્ચે સફેદ અને નીચે ઘાટા લીલા રંગની પટ્ટી અને આ ત્રણેય બરોબર અંતરે છે. ધ્વજની પહોળાઇ તેની લંબાઇ સાથે અને 3નો છે. સફેદ પટ્ટીની મધ્યમાં ઘાટા લીલા રંગનુ એક ચક્ર છે. આ ચક્ર અશોકની રાજધાનીના સારનાથના સિંહના સ્તંભ પર બનેલું છે. તેનો વ્યાસ લગભગ સફેદ પટ્ટીની પહોળાઇ બરોબર થાય છે અને તેમાં 24 ખાંચા છે.



તિરંગાનો વિકાસ

આપણા રાષ્ટ્રીય ધ્વજનો વિકાસ આજના આ રુપમાં પહોંચવા માટે અનેક વખતમાંથી પસાર થયો છે. એક રુપથી આ રાષ્ટ્રમાં રાજનૈતિક વિકાસને દર્શાવે છે.

1906માં ભારતનો ગેર કાયદે ધ્વજ
પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ઓગસ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક) કલકાતામાં ફરકાવવામાં આવ્યો હતો જેને હવે કોલકાતા કહેવાય છે. આ ધ્વજને લાલપીળા અને લીલા રંગની ક્ષિતજ પટ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

1907માં ભીકાજીકામ દ્વારા લહેરાવવામાં આવ્યો બર્લિન સમિતિનો ધ્વજ
 દ્વિતિય ધ્વજને પેરિસમાં મેડમ કામા અને 1907માં તેમની સાથે દેશનિકાલ કરાયેલા કેટલાક ક્રાંતિકારીઓ દ્વારા લહેરાવવામાં આવ્યો હતો (અમુકના અનુસાર1905માં). આ પણ પહેલા ધ્વાજ જેવો જ હતો સિવાય કે તેમાં સૌથી ઉપરની પટ્ટી પર ફક્ત એક કમળ હતું પરંતુ સાત તારા સપ્તઋષીને દર્શાવે છે. આ ધ્વજ બર્લિનમાંથયેલા સમાજવાદી સંમેલનમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

આ ધ્વજને 1917માં ઘરેલું શાસન આંદોલનમાં અપનાવાયો
ત્રીજો ધ્વજ 1917માં આવ્યો જ્યારે આપણા રજનૈતિક સંઘર્ષે એક નિશ્ચિત વળાંક લીધો. ડો. એની બેસન્ટ અ લોકમાન્ય ટિળકે એક ઘરેલું શાસન આંદોલન દરમિયાન તેને લહેરાવ્યો હતો. આ ધ્વજમાં લાલ અને લીલી ક્ષિતિજ પટ્ટીઓ એક પછી એક અને સપ્તઋષીના અભિવિન્યાસમાં તેની પર બનેલા સાત સિતારા હતા. ડાબી બાજુ અને ઉપરના કિનારા પર (થાંભળાની બાજુ)યૂનિયન જેક હતો. એક ખૂણામાં સફેદ અર્ધચંદ્ર અને સિતારો પણ હતો.

આ ધ્વજને 1921માં ગેરકાનૂની રીતે અપનાવવામાં આવ્યો

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનું સત્ર કે જે 1921માં બેજવાડા (હવે વિજયવાડા)માં કરવામાં આવ્યું હતું ત્યાં આંધ્ર પ્રદેશના એક યુવકે એક ઝંડો બનાવ્યો અનેગાંધીજીને આપ્યો. આ બે રંગોનો બનેલો હતો. લાલ અને લીલો કે જે અગ્રણી હિન્દુ અને મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજે સુચન કર્યું કે ભારતના શેષ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમાં એક સફેદ પટ્ટી અને રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપવા માટે એક ચાલતો ચરખો હોવો જોઇએ.

ભારતીય રાષ્ટ્રીય સેનાનું સંગ્રામ ચિહ્ન
 ધ્વજને 1931માં અનાવવામાં આવ્યો. વર્ષ 1931ધ્વજના ઇતિહાસમાં એક યાદગાર વર્ષ છે. તિરંગા ધ્વજને આપણા રાષ્ટ્રીય ધ્વજના રુપમાં અપનાવવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ ધ્વજ જે વર્તમાન સ્વરૂપનું પૂર્વજ છેકેસરીસફેદ અને મધ્યમાં ગાંધીજીના ચાલતા ચરખા સાથે હતો. તથા એ સ્પષ્ટરૂપથી બતાવવામાં આવ્યું કે કોઇ સાંપ્રદાયિક મહત્ત્વ ન હતું.
   
ભારતનો વર્તમાન તિરંગો ધ્વજ
પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ઓગસ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક કલકત્તામાં ફરકાવવામાં આવ્યો. તેને લાલપીળા અને લીલા રંગની પટ્ટીઓથી બનાવવામાં આવ્યો હતો. 22 જુલાઇ 1947ના રોજ સંવિધાન સભાએ આ મુક્ત ભારતીય રાષ્ટ્રીય ધ્વજના રુપમાં અપનાવ્યો. સ્વતંત્રતા મળ્યા બાદ તેના રંગ  તેનું મહત્ત્વ બની રહ્યું. ફક્ત ધ્વજમાં ચાલતા ચરખાના સ્થાને સમ્રાટ અશોકના ધર્મ ચક્રને દર્શાવવામાં આવ્યું. આ પ્રકાર કોંગ્રેસ પાર્ટીનો તિરંગો અલબત્ત સ્વતંત્ર ભારતનો ધ્વજ બન્યો.


ધ્વજના રંગ
ભારતના રાષ્ટ્રીય ધ્વજની પરની પટ્ટીમાં કેસરી રંગ છે જે દેશની શક્તિ અને સાહસ દર્શાવે છે. વચ્ચે સ્થિત સફેદ પટ્ટી ધર્મ ચક્રની સાથે શાંતિ અને સત્યનું પ્રતીક છે. નીચે લીલી પટ્ટી પ્રજનનવૃદ્ધિ અને ભૂમિની પવિત્રતાને દર્શાવે છે.

ચક્ર
 ધર્મ ચક્રને વિધિનું ચક્ર પણ કહે છે જે ત્રીજી શતાબ્દી ઇસ. પૂર્વે મૌર્ય સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલા સારનાથ મંદિરમાંથી લેવામાં આવ્યા છે. આ ચક્રને પ્રદર્શિત કરવાનો આશય એ છે કે જીવન ગતિશીલ અને રોકાવાનો અર્થ મૃત્યુ છે.

ધ્વજ કાયદો
26 જાન્યુઆરી 2002ના રોજ ભારતીય ધ્વજ કાયદામાં સુધારો કરાયો અને સ્વતંત્રતાના અનેક વર્ષો બાદ ભારતના નાગરિકોને પોતાના ઘરેઓફિસે અને ફેક્ટરીમાં ન ફક્ત રષ્ટ્રીય દિવસો પર પરંતુ કોઇ રુકાવટ વિના લહેરાવાની સંમતિ આપવામાં આવી છે.

શું કરવુ જોઇએ
રાષ્ટ્રીય ધ્વજને શૈક્ષણિક સંસ્થાનોમાં સન્માન દેવાની પ્રેરણા આપવા માટે લહેરાવી શકાય છે. વિદ્યાલયોમાં ધ્વજ આરોહણમાં નિષ્ઠાના એક સોગંદ પણ સામેલ કરવામાં આવ્યા છે. ટૂંકમા કહીએ તો રાષ્ટ્રીય ધ્વજને માન સન્માન અને પ્રતિષ્ઠાના અનુરુપ પ્રસંગોએ લહેરાવી શકાય છે.

શું ન કરવું જોઇએ
આ ધ્વજનો સાંપ્રદાયિક લાભપડદાઓ કે વસ્ત્રોના રુપમાં ઉપયોગ કરી શકાય નહી. સંભવ હોય ત્યાં સુધી મૌસમની અસર થયા વિના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવો જોઇએ. તેને વાહનોના હુડપર કે બાજુમાં લગાવવો જોઇએ નહી. આ ધ્વજને હેતુપૂર્વક જમીન,સપાટી કે પાણીનો સ્પર્શ કરાવી શકાતો નથી. અન્ય ધ્વજને આપણા ધ્વજથી ઉપર લગાવી શકાય નહી. તેમજ કોઇ રીતે ખાનગી ઉપયોગ કરી શકાય નહી.
Courtesy. Divyabhaskar Newspaper, Date 23.01.2015
સંખ્યાક્રમવાચક અંક્લેખન અંગ્રેજી લિપિમાં  અને રોમન લિપિ માં...... 
     જેના દ્વારા તમારા બાળકોને અંગ્રેજી અંકો ને રોમન માં કઈ રીતે લખવા તેનું સંપૂર્ણ માર્ગદર્શન મળશે.



દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ

 



મેડલની ટીટ્સ બીટ્સ 

 - વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ 
તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે છે.
ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી. 
કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે. 
ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.
કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
-યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે. 
અત્યાર સુધીમાં  43 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. 
હાલમાં માત્ર પાંચ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકરપ્રો. અબ્દુલ કલામસચિન તેંડુલકર,યુએનઆર રાવ તથા અમતર્ય સેન 
મધર ટેરેસાનેલ્સન મંડેલાખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને પણ દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. 
સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા છે.
ભારત રત્નનું પદક મેળવનારા સચિન પ્રથમ ખેલાડી છે.
ધોંડો કેશવ કર્વેને જ્યારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર 100 વર્ષ હતી. 
સચિન પહેલા સૌથી યુવાન ભારત રત્ન વિજેતા રાજીવ ગાંધી હતા. તેમને 47 વર્ષની ઉંમરે આ પદક આપવામાં આવ્યું હતું. આ પદક તેમને મરણોપરાંત અપાયું હતું.


કેવો હોય છે ભારત રત્ન એવોર્ડ?


ભારત રત્ન એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. કોઇપણ એક ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન કે ફાળો આપનાર વ્યક્તિ આ સન્માન  માટે પસંદકરવામાં આવે છે. મેડલનો દેખાવ પીપળના પાન જેવો હોય કે જેના પર દેવનગરી ભાષામાં 'ભારત રત્ન'લખાયેલું હોય છે. શરૂઆતના સમયમાં ભારત રત્નનું પદક 35 મીમી વ્યાસનું રહેતું. તે સૂરજ આકારનું હતું. તેની ઉપર હિન્દી તથા અંગ્રેજીમાં ભારત રત્ન ખેલું રહેતું. હવે જે પદક આપવામાં આવે છેતે 5.8 સેમી લાંબુ તથા4.7 પહોળું હોય છે. તે પીપળાના આકારનું હોય છે. ત 3.1મીમીના ટોન્ડ પીતળનું બનેલું હોય છે. જેની ઉપર સૂર્યનો આકાર હોય છે. નીચે માત્ર હિન્દીમાં ભારત રત્ન લખેલું હોય છે. પાછળના ભાગમાં દેશનું રાષ્ટ્ર ચિહ્ન તથા આદર્શ વાક્ય હોય છે. મેડલનું ચિહ્ન તથા પદકની બહારની રીમપ્લેટિનમની બનેલી હોય છે. તે 51 મીમી લાંબી શ્વેત રીબિન સાથે જોડાયેલી હોય છે. રીબીનની ડિઝાઈનને વિજેતાના ગળાના આધારે ડિઝાઈન કરવામાં આવે છે. ૨જાન્યુઆરી૧૯૫૪ ના રોજથી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ એવોર્ડની શરૃઆત કરેલી. એ સમયે ફક્ત જીવિત વ્યક્તિઓને દેશ સેવા માટે આએવોર્ડ એનાયત કરવામાં આવતો. મૃત્યુ પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી હતા. વલ્લભાઇ પટેલને તેમના મૃત્યુ પછી૪૧ વર્ષે એટલે કે ૧૯૯૧ માં ભારત રત્ન એનાયત થયેલો.    આજ દિવસ સુધી કુલ ૪૩ લોકોને 'ભારત રત્નએવોર્ડ આપાયો છે.

'ભારત રત્ન' મેળવનાર વ્યક્તિને મળતા વિશિષ્ટ લાભ


ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફ્રી ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ

ફ્રી ફર્સ્ટ ક્લાસ ટ્રેનનો પ્રવાસ

ભારતના વડાપ્રધાનના પગારની 50% કે તેના બરાબર જેટલી રકમનું પેન્શન

સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે

કેબિનેટ કક્ષાનો ક્રમાંક આપવામાં આવે

રાષ્ટ્રપતિઉપરાષ્ટ્રપતિપ્રધાનમંત્રીરાજ્યના ગવર્નર,પૂર્વ રાષ્ટ્રપતિઓ અને ઉપવડા પ્રધાનોલોકસભા સ્પીકર અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પછી દેશના 'સાતમા ક્રમાંકના અતિ મહત્વના વ્યક્તિ તરીકે 'ભારત રત્ન'મેળવનારની ગણતરી કરવામાં આવે છે.

જરૃર પડે તો ‘Z' કેટેગરીની સુરક્ષા મેળવી શકે

પ્રજાસત્તાક દિન અને સ્વતંત્ર દિને ખાસ મહેમાન બની શકે

વીવીઆઇપીના બરાબર દરજ્જો મળે

- '
ભારત રત્નમેળવનાર વ્યક્તિના સગા-સંબંધીમાંથી કોઇપણ વ્યક્તિને સરકારી નોકરી મળી શકે


* Source. Divyabaskar NewsPaper, Date. 24, December. 2014


થોડુંક ગુજરાત વિશેનું જ્ઞાન તાજું
કરી લઈએ ...📚
📕સ્થાપના : 1 may 1960
📗પહેલા નું પાટનગર : અમદાવાદ
📘હાલ નું પાટનગર : ગાંધીનગર
📙રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
📒રાજ્યભાષા : ગુજરાતી
📕રાજ્યપ્રાણી : સિંહ
📒રાજ્યપક્ષી : સુરખાબ
📔રાજ્યવૃક્ષ : આંબો
📙રાજ્યફૂલ : ગલગોટો
📗રાજ્યનૃત્ય : ગરબા
📕રાજ્યરમત : કબ્બડી
📘પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાજગંજ
📙પ્રથમ મુખ્યમંત્રી : ડો જીવરાજ મહેતા
M L A સીટ : 182
M P સીટ : 26
📔રાજ્યસભા સીટ :11
📒જીલ્લા : 33
📕જીલ્લા પંચાયત :33
નગરપાલિકા : 169
📗મહાનગરપાલિકા : 8
📘તાલુકા : 249
📙તાલુકા પંચાયત : 249
📒ગામડા : 18192
📔ગ્રામપંચાયત : 13187
📕કુલ વસ્તી : 6,03,83 628( વર્ષ 2011
મુજબ )
📗પુરુષ : 3,14,82,282
📘સ્ત્રીઓ : 2,89,01,346
📙હાલ ના મુખ્યમંત્રી : આનંદીબહેન પટેલ
📔હાલ ના રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી
28 mins · Gujarati suvichar



જનરલ નોલેજ




મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ

મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મતારીખ

પ્રખ્યાત વ્યક્તિઓની મૃત્યુતારીખ

ઐતિહાસિક બનાવોની તારીખ

ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

ગુજરાતના જિલ્લાઓ

ગુજરાતની નદીઓ

ગુજરાતની જીવાદોરી : નર્મદા – સરદાર સરોવર http://jitugozaria.blogspot.in/

ગુજરાતનાં મ્યુઝિયમો

અંગ્રેજોનું ભારતમાં આગમન અને ભારતીય સ્વતંત્રતા ચળવળની શરૂઆત (સ્લાઈડ શો )

પ્રાચીન ભારતની સંસ્કૃતિ તથા હડપ્પા અને મોહેન્જોદડો (સ્લાઈડ શો)

બિરસા મુંડા (સ્લાઈડ શો)

એકલવ્ય (સ્લાઈડ શો)

ભોપાલ ગેસ દુર્ઘટના (સ્લાઈડ શો)

બંધારણ પ્રશ્નોત્તરી

ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી

ગુજરાતના હાલના રાજ્યપાલ ડૉ.કમલા બેનીવાલ વિશેની વિસ્તૃત માહિતી

ગુજરાતના રાજ્યપાલશ્રીઓની યાદી પરિચય સાથે

વડાપ્રધાનનો સમયગાળો

ગુજરાતી જનરલ નોલેજ  ૫૦૦ સવાલ જવાબ

1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા
26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી
57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ
58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ
59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર
65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક
68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ
82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર
98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
101 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ

102 ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય


103 ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા


104 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા


105 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ

106 ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
107 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
108 રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા
109 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
110 ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ
111 ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? Ans: નાઘેર
112 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
113 ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા
114 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી
115 ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી
116 કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? Ans: તાપી
117 ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની
118 કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
119 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત
120 ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ
121 સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
122 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી
123 છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
125 કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
126 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ
127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ
128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી
132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ
133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના
134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
135 ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ
136 સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
137 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
138 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર
139 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
140 ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
141 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
142 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી
143 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર
144 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
145 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ
146 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
147 ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
148 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
149 સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
150 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર
151 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
152 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
153 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
154 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
155 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
156 ‘મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા
157 રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans: કંડલા
158 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
159 સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી? Ans: ચેતેશ્વર પૂજારા
160 સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી
161 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
162 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
163 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
164 નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
165 સાબરમતી નદીનું ઉદગમ સ્થાન કયું છે ? Ans: ઢેબર સરોવર- રાજસ્થાન
166 ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. Ans: દાઉદખાની
167 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા
168 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ
169 સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
170 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
171 ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી
172 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર
173 સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર
174 ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
175 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ
176 ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮’
177 ‘પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે
178 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ
179 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
180 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
181 ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ
182 કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ
183 રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો
184 પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ
185 ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી
186 નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? Ans: જ્ઞાન
187 કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું? Ans: ક્ષેમુભાઇ દિવેટીયા
188 ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
189 કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઈડરી માટે જાણીતું છે? Ans: ધનેતી
190 ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
191 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ
192 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર
193 કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ
194 ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
195 ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે ? Ans: નારાયણ સરોવર
196 ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
197 ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
198 વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા? Ans: સુરેશ દલાલ
199 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.
200 કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ

201 ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? Ans: સાત

202 ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના


203 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ


204 વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ


205 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ

206 હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ
207 લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર
208 પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
209 નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
210 અખા ભગતના ગુરુનું નામ શું હતું? Ans: બ્રહ્માનંદ
211 બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી? Ans: બગદાણા
212 હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ? Ans: ભરત દવે
213 ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઇ પક્ષીનું ઉપનામ મળ્યું છે? Ans: દૂધિયો લટોરો
214 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯
215 ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો
216 રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા
217 ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર
218 ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? Ans: કે.કા. શાસ્ત્રી
219 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩
220 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
221 પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ
222 વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ
223 ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા
224 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર
225 ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી
226 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? Ans: દાસી જીવણ
227 ‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ - જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર
228 ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
229 ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ
230 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
231 હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ
232 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
233 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા
234 કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા
235 કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ
236 પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે ? Ans: રતનમહાલ
237 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય
238 કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ
239 ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ
240 ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? Ans: કોઠારી કમિશન (૧૯૬૪ - ૬૬)
241 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
242 નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? Ans: શિવ
243 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
244 ‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ
245 કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
246 ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી
247 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી
248 હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
249 હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ
250 ‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક - મનુભાઈ પંચોળી 

251 મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? Ans: જહાંગીર 
252 કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? Ans: લાલાજી


253 મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? Ans: નેમિનાથ ચતુષ્યદિકા


254 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ


255 રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય


256 રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

257 ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
258 વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
259 બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી
260 નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણા છંદ
261 જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? Ans: પિરોટન
262 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? Ans: કચ્છ મ્યુઝિયમ
263 જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો
264 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
265 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
266 ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી
267 કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? Ans: ડૉ. હંસાબેન મહેતા
268 મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ? Ans: પાલિતાણા
269 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ
270 ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ
271 ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
272 ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ? Ans: વઘઇ બોટેનિકલ ગાર્ડન
273 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર
274 ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
275 ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ
276 સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
277 ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી
278 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
279 રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્
280 અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ
281 ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી
282 નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી
283 ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? Ans: સરદાર સરોવર ડેમ
284 ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. Ans: મહી, નર્મદા અને તાપી
285 ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ધુવારણ
286 અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
287 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા
288 લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
289 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત
290 નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા
291 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
292 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
293 કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ
294 વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર
295 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું
296 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
297 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
298 ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
299 કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
300 ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ
301 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર
302 ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? Ans: ત્રણ
303 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ
304 ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans: ૧૯૯૫-૯૬
305 પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? Ans: માનવીની ભવાઇ
306 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
307 દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
308 સુપ્રસિદ્ધ પુરાતત્ત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ કયા ગામના ટિંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગઐતિહાસીક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? Ans: લાંઘણજ

માસવાઇઝ પોસ્ટ